ઓઝ (નર્મદાતટ)ની યાત્રા
Posted by sandeepdharak on May 10, 2008
ઓઝ (નર્મદાતટ)ની યાત્રા
નારેશ્વરના સંત પૂજય રંગ અવધૂત મહારાજના આશ્રમથી‘ઓઝ’ગામ સાતેક કિ.મી. દૂર છે. શાસ્ત્રો-પુરાણોમાં જણાવ્યા મુજબ નવ વર્ષમાં એક વાર આવતી અધિક જેઠ માસની યાત્રા પૂરી શ્રદ્ધાથી એકટાણું જમીને કરે તેને માટે ઓઝ ગામ પાસે નર્મદા નદીના સંગમમાં સ્નાનનું પુણ્ય તેના ભવદુ:ખના ફેરા ટાળવા માટેનું ‘રામબાણ’ અકસીર ઔષધ મનાય છે.
ઓઝ ગામમાં કર્કટેશ્વર મહાદેવ (માર્કંડઋષિની તપોભૂમિ) અને દક્ષિણમાં આવેલ મદુરાઈના રામેશ્વરમ મંદિર જેવું છે એવા ઓમ્ શ્રી રામેશ્વર મંદિર, જેની સ્થાપના વનવાસ દરમિયાન રામચંદ્રજી-સીતા સહિત ત્રણ રાત્રિઓ રોકાયાં હતાં તેવી લોકવાયકા છે અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોરચાર સાથે અયોઘ્યાનગરી તરીકે જાણીતા એવા આ મંદિરની ભગવાન રામચંદ્રજીએ સ્થાપના કરેલી. બજોવ મંદિરમાં બેથી અઢી ફૂટ ઊંડાણમાં શિવલિંગ પર નર્મદામૈયાના જળનો અભિષેક થાય છે તે દશ્ય ફળશ્રુતિ અને ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક છે. દર્શનાર્થીઓ શંકરમય બની જઈ અહોભાગ્ય અનુભવે છે.
અમે સવારના છ વાગે રાજપીપળાથી બસમાં બેસી સેગવા ગામે પહોંરયા. બે-ત્રણ જીપ બદલી નારેશ્વર પહોંરયા. ત્યાંથી રિક્ષામાં ઓઝ પહોંરયા. ત્યાં નર્મદામૈયામાં પૂરી આસ્થાથી સંગમસ્નાન કર્યું. પૂજાવિધિ પતાવી, કર્કટેશ્વર મહાદેવ અને શ્રી રામેશ્વર મહાદેવમાં શંકરદાદાનાં દર્શન કર્યા. બપોરના નારેશ્વર ગયા.
પ્રસાદ ગ્રહણ કરી રંગ અવધૂતે કરેલી તપશ્વર્યા ભૂમિ જૉઈ, ભવ્ય મંદિરમાં ભાવથી દર્શન કયાô અને સામે કિનારેથી જીપમાં બેસી, ઉમલ્લા ગામથી બસમાં ડુંગરોની હારમાળા વરચે આવેલ રાજા વિજયસિંહજીના સુંદર રજવાડી શહેર ‘રાજપીપળા’ સાંજના સાત વાગે પરત ફયાô. ઓઝ-નારેશ્વરની યાત્રા તક મળે ત્યારે જરૂરથી શ્રદ્ધાપૂર્વક કરવી જૉઈએ. અમે માનસિક શાંતિ તથા આઘ્યાત્મિકતાની અનુભૂતિનો અનુભવ કર્યો તે અમારા મનમાં અવિસ્મરણીય છે.